રાજ્યમાં ઠેરઠેર માર્ગ સલામતી માસ-૨૦૨૫નું આયોજન કરીને વાહનચાલકોમાં જાગૃતિ આવે તે વિવિધ સેમીનાર જેવા અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત મોરબીમાં સીમ્પોલો સિરામિક કંપની ખાતે ફોર્ક લિફ્ટના ડ્રાઇવરોને સલામતી બાબતે માહિતગાર કરવામાં આવી હતી.
આજ રોજ તા.17/01/2025 ના સીમ્પોલો સિરામિક કંપની ખાતે ફોર્ક લિફ્ટના ડ્રાઇવરોને એ.આર.ટી.ઓ. મોરબીના મોટર વાહન નિરીક્ષક આર.એ.જાડેજા દ્વારા માર્ગ સલામતી બાબતે માહિતી આપવામાં આવી હતી. તેમજ વાહન ચલાવતી વખતે ક્યાંક્યાં પ્રકારની સાવચેતી રાખવી તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.