મોરબીમાં રૂપિયાની લેતી દેતી મામલે નવાડેલા રોડ ઉપર દુકાન ધરાવતા વેપારીએ તેની સામે દુકાન ધરાવતા બે ભાઈઓ સામે પોલીસમાં અરજી કરી હોય જે મામલે સમાધાન થઈ ગયું હતું. ત્યારે તે બાબતનો ખાર રાખી વેપારીને ગાળો આપી ત્રણ શખ્સોએ લાકડાના ધોકા અને મૂંઢ માર મારતા ઇજાગ્રસ્ત વેપારી દ્વારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના શનાળા રોડ સત્યમ પાનવાળી શેરીમાં વિશ્વકર્મા પાર્ક બ્લોક નં.૮ માં રહેતા મિથુનભાઈ મોહનભાઇ કુંઢનાણી ઉવ.૩૯ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ચિરાગભાઈ ઉર્ફે જીગો વિનોદભાઈ ખખ્ખર, કાનાભાઈ વિનોદભાઈ ખખ્ખર તથા જયરાજભાઈ કાનાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે અગાઉ આરોપીઓ સામે પૈસાની લેતી દેતીમાં ફરિયાદી મિથુનભાઈએ પોલીસમાં અરજી કરી હોય જે મામલે સમાધાન થઈ ગયું હોય ત્યારે ગઈકાલે ફરિયાદી મિથુનભાઈ પોતાની નવડેલા સ્થિત ભગવતી ટ્રેડિંગ દુકાને હાજર હોય ત્યારે દુકાનની સામે મહાવીર ટ્રેડિંગ નામની દુકાન ધરાવતા આરોપી ચિરાગભાઈ ઉર્ફે જીગો અને આરોપી કાનાભાઈ ત્યાં આવી પોલીસમાં અરજી કેમ કર્યા અંગે જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ જેથી મિથુનભાઈએ ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઈ ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ મિથુનભાઈને ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા વડે મૂંઢ માર મારવા લાગ્યા ત્યારે દેકારો થતા આજુબાજુથી લોકો એકઠા થઇ જતા મિથુનભાઈને વધુ મારથી છોડાવ્યા હતા, ત્યારે મિથુનભાઈ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ગયા હોય જ્યાંથી તેઓએ ત્રણેય આરોપીઓ સામે સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.