Saturday, January 18, 2025
HomeGujaratવાંકાનેરના કોઠારીયા ગામ નજીક બોલેરોની ઠોકરે રીક્ષા સવાર યુવક ઇજાગ્રસ્ત

વાંકાનેરના કોઠારીયા ગામ નજીક બોલેરોની ઠોકરે રીક્ષા સવાર યુવક ઇજાગ્રસ્ત

પુરપાટ આવતી બોલરોએ રીક્ષાને પાછળથી ટક્કર મારતા રીક્ષા સવાર યુવકના બંને પગમાં ફ્રેકચર.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ નજીક બોલેરો ગાડીના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં ચલાવી આગળ જતી રીક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં રીક્ષાની પાછળ બેઠેલા યુવક સહિતના ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી, જ્યારે યુવકના બંને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી તેમજ રીક્ષામાં પણ નુકસાની થઈ હતી, હાલ ઇજાગ્રસ્ત દ્વારા હોસ્પિટલના બિછાનેથી વાંકાનેર પોલીસ સમક્ષ બોલેરો ચાલક આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર રાજકોટ તાલુકાના હડાળા ગામે રહેતા ખેડૂત સંજયભાઈ રઘુભાઈ સીતાપરા પરિવાર સાથે ટંકારાના ટોળ ગામે સાળીના સગપણ જોવા માટે ફુવાની રીક્ષા રજી.નં. જીજે-૦૩-સીટી-૫૩૯૯માં ગયા હોય ત્યારે ત્યાંથી ટોળ ગામેથી પરત આવતા હોય ત્યારે સંજયભાઇના સાસુ-સસરા વાંકાનેર રહેતા હોય જેથી વાંકાનેર માટે જતા હતા, ત્યારે વાંકાનેરના કોઠારીયા ગામે પહોંચતા રીક્ષા પાછળ આવતી બોલેરો રજી.નં. જીજે-૩૬-વી-૦૦૫૮ના ચાલકે પોતાના હવાલાવાળી ગાડી ફૂલ સ્પીડમાં ચલાવી રીક્ષાને પાછળથી ઠોકર મારતા રીક્ષામાં પાછળ બેઠેલ સંજયભાઈ, તેમનો દીકરો અને સાળાને ઈજાઓ પહોંચી હતી, જેમાં સંજયભાઈનો પગમાં ગંભીર ઇજાઓને કારણે લોહી નીકળવા લાગતા તેઓ બેભાન થઈ ગયા હતા.

અકસ્માતના બનાવ બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ૧૦૮ માં વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં સંજયભાઇના બંને પગમાં ફ્રેકચર તથા સંજયભાઇના દીકરાને અને સાળાને સામાન્ય ઇજાઓની સારવાર લીધી હતી, ત્યારે અકસ્માત અંગેની પોલીસમાં જાણ કરતા પોલીસ ટીમ હોસ્પિટલ ખાતે દોડી ગયી હતી, ત્યારે ઇજાગ્રસ્ત સંજયભાઈની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે બોલેરો ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!