ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડાયરેકટર અને અત્યાર સુધી ફરાર કાર્તિક પટેલની ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ધરપકડ કરી છે. જે કેસમાં તબક્કા વાર અનેક આરોપીને પકડી પાડયા છે. ત્યારે હવે મુખ્ય આરોપી કાર્તિક પટેલને પકડી પાડ્યો છે. જેણે અગાઉ વિદેશમાં બેસી આગોતરા માટે અરજી કરી હતી. જે અરજી નામંજૂર કરાઈ હતી…
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કાંડ આચરનાર મુખ્ય આરોપી કાર્તિક પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ પાડવામાં આવી છે. હોસ્પિટલના ડાયરેકટર અને અત્યાર સુધી ફરાર આરોપીને પકડી પાડયો છે. ક્રાઇમ બ્રાન્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી આરોપીને પકડી પાડયો છે. આ કેસમાં તબક્કાવાર ઘણા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. જે કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ કાર્તિક સામે લુક આઉટ નોટિસ જાહેર કરાઈ હતી. ત્યારે તેણે વિદેશથી બેઠા બેઠા આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ જામીન મંજૂર થયા ન હતા. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કાર્તિક પહેલા ઓસ્ટ્રેલિયા અને ત્યાર બાદ દુબઈ ભાગી ગયો હતો. જેની હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.