મોરબીથી રાજકોટ જતી કિંમતી કાર દિવાલ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. વોલ્વો કાર વિરપર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં નુકસાન પામેલ કાર પર ધ્યાન જતાં અક્સ્માત થયાનું જાણવા મળ્યું હતું પરંતુ તેમાં કોઈને ઈજા પહોંચી છે કે કેમ ? તે અંગે હાલ કોઈ વિગત જાણવા મળી નથી.
રાજકોટ-મોરબી હાઇવે ઉપર વિરપર ગામના ભાગોળે એક વોલ્વો કારને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.આ કારમાં મોટા પ્રમાણમાં નુકસાની સર્જાઈ છે. વહેલી સવારે લોકોનું આ અકસ્માતગ્રસ્ત કાર પર ધ્યાન પડતા અકસ્માતની જાણ થઈ હતી. જો કે અકસ્માત કેમ થયો તે જાણવા મળ્યું નથી…અને કોઈને ઇજા થઇ છે કે નહીં તે અંગે હજુ કોઈ વિગતો મળી નથી. ઉપરાંત આ અકસ્માતમાં કારમાં નબર પ્લેટ પણ જોવા મળતી નથી. જે અંગે ટંકારા પોલીસમા તપાસ કરતા ત્યા આવા બનાવ અંગે કોઈ માહિતી મળી નથી વધુ વિગતો મેળવી રહી છે.