મોરબી-૨ ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ સરકારી સ્કૂલ સામે ગ્રાઉન્ડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ચાર ઈસમોને બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં સુનિલભાઈ દેવસીભાઈ સુરેલા ઉવ.૨૮ રહે.મોરબી ત્રાજપર ખારી, કરણભાઈ નથુભાઈ સાલાણી ઉવ.૨૨ રહે.મોરબી વાણીયા સોસાયટી શોભેશ્વર રોડ, સુનિલભાઈ ગોરધનભાઇ સુરેલા ઉવ.૨૧ રહે.મોરબી ત્રાજપર ખારી તથા અજયભાઈ નથુભાઈ સાલાણી ઉવ.૩૩ રહે. મોરબી ઇન્દીરાનગર વાળાની અટક કરવામાં આવી છે. ત્યારે પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા ૧૨,૫૦૦/-જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.