મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના બસ સ્ટેન્ડ સામે આવેલ બાબા રામદેવ હોટલ પાછળ તળાવના કાંઠે બાવળની ઝાડી પાસેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં એક બેગ લઈને જતા તાલુકા પોલીસ ટીમ દ્વારા રોકી તેની પાસે રહેલ બેગ ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની બ્લેક જેગુઆર રમની ૬ બોટલ કિ.રૂ.૩ હજાર મળી આવી હતી, આ સાથે તુરંત આરોપી દારાસિંહ ઘનશ્યામસિંહ ચૌહાણ ઉવ.૩૬ ધંધો હોટલ વેપાર રહે.ઉંચી માંડલ રામદેવ હોટલમાં મૂળ રહે. ભાંવતા ગામ રાજસ્થાનવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.