Monday, January 20, 2025
HomeGujaratસિનિયર મહિલા પત્રકાર વિશે ચારિત્ર્ય બાબતે ટિપ્પણી કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા...

સિનિયર મહિલા પત્રકાર વિશે ચારિત્ર્ય બાબતે ટિપ્પણી કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા મોરબી પત્રકાર એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ

મોરબી પત્રકાર એસોસિએશન દ્વારા મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવી જમાવટ ન્યુઝના ફાઉન્ડર અને સિનિયર મહિલા પત્રકાર પર ચારિત્ર્ય બાબતે ટિપ્પણી કરનાર વ્યક્તિ અને યુ ટ્યુબ ચેનલ સામે કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પત્રકાર એસોસિએશન દ્વારા મોરબી કલેકટર અને મોરબી જિલ્લા પોલીસ વડાને પત્ર લખી જમાવટ ન્યુઝના ફાઉન્ડર અને સિનિયર મહિલા પત્રકાર પર ચારિત્ર્ય બાબતે ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.તેમજ રજૂઆત કરતા જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી પત્રકારોને તેના કામથી રોકવા યેન કેન પ્રકારે ગુના નોંધવા તેમજ ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ખૂબ સુવ્યસ્થીત રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે. તેમજ પત્રકારના પરિવાર અને ચરિત્રને પણ આવારા તત્વો દ્વારા છોડવામાં આવતા નથી. “જમાવટ” ન્યુઝના ફાઉન્ડર અને જાગૃત પત્રકાર દેવાંશીબેન જોશી દ્વારા B Z કોભાંડના ન્યુઝ છાપવા બાબતે એક વ્યક્તિ દ્વારા “Pathik Na Pravachan” નામની ઇરાદા પૂર્વક યુ ટ્યુબ ચેનલ બનાવી સિનિયર પત્રકાર દેવાંશીબેન જોશીને ટાર્ગેટ કરી અને ચારિત્ર્ય વિશે અને તેના કામ વિશે અપશબ્દો બોલી સમાજમાં એક સ્ત્રી પત્રકારનું સ્વમાન તેમજ ચોથી જાગીરનું જાહેરમાં કાયદાઓ નેવે મૂકીને તેમજ બંધારણની તમામ જોગવાઈઓને નેવે મૂકી એક વ્યક્તિનેનાં શોભે તેવો વાણી વિલાસ કરવામાં આવ્યો છે. જેનાથી પત્રકારત્વ અને તેના કામ પર સવાલો ઉભા કરી પત્રકારોને બંધારણ દ્વારા મળેલા અનુચ્છેદ ૧૯ (૨) હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વાતંત્ર્યતા ને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે કાયદાકિય રીતે ઇરાદા પૂર્વક ગુનાહિત કૃત્ય છે જેની વિરૂદ્ધ આઇટી એકટ હેઠળ તેમજ આઇપીસી ની કલમો હેઠળ ગુનો નોંધી આવો બનાવ ભવિષ્યમાં ન બને એ માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!