ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નસીતપર ગામે કેનાલ રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં બાઇક રજી.નં. જીજે-૩૬-એજી-૧૮૨૦ લઈને નીકળેલ એક ઇસમને રોકી તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૩ નંગ બોટલ કિ.રૂ.૨,૦૮૮/- મળી આવી હતી, જેથી તુરંત આરોપી શ્યામભાઈ ડાયાભાઇ ચૌહાણ ઉવ.૨૪ રહે.નસીતપર તા.ટંકારાવાળાની અટક કરવામાં આવી હતી, આ સાથે ટંકારા પોલીસે બાઇક તથા વિદેશી દારૂના જથ્થા સહિત કુલ કિ.રૂ. ૧૭,૦૮૮/-નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.