મોરબી જીલ્લામાં અપમૃત્યુના અલગ અલગ પાંચ બનાવમાં કુલ છ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જે બાબતે સીટી એ તથા બી ડિવિઝન, તાલુકા અને માળીયા(મી)પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરવામાં આવી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, ઘેલુભા નાનુભા ઝાલા ઉવ.૮૦ રહે.ગામ ખેંવારીયા તા.જી.મોરબી વાળાને ગઇ તા-૧૮/૦૧ ના સાંજના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થતા પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલ ખાતે લઇ જતા સારવાર દરમ્યાન હાર્ટ એટેક આવી જતા મરણ ગયેલ હોય જેથી તેમના પૌત્ર યુવરાજસિંહ જયરાજસિંહ ઝાલાએ મૃતકની લાશનુ પી.એમ.કરાવવા માટે સરકારી હોસ્પીટલ મોરબી ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે લાશને જોઇ તપાસી મરણ જાહેર કરી લાશનુ પી.એમ. કરતા મરણજનારને હાર્ટ એટેક ( હ્રદય રોગનો હુમલો ) આવી જતા મરણ ગયાનું સામે આવ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં મોરબીના જુના ઘુંટુ ગામે રહેતા મેહુલકુમાર કાંતીભાઇ ડાભી ઉવ-૨૮ નામના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ગઈકાલ તા-૧૯/૦૧ ના રોજ જુના ઘુટુ રોડ ઉપર સિમ્પોલો સિરામીક સામે રોડ ઉપર કોઇપણ કારણસર મરણ ગયેલ હાલતમાં મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હોય ત્યારે લાશનું પીએમ કરવા સહિતની કામગીરી અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મરણજનારની લાશ પરથી હાજર ડોક્ટરે પી.એમ.કરી વિસેરા લીધેલ હોય ત્યારે હાલ પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
અપમૃત્યુના ત્રીજા બનાવમાં બે શ્રમિકોના ગૂંગળાઈ જતા એકસાથે મોત નિપજ્યા હતા. જે બનાવ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ માળીયા(મી)ના મોટાદહીંસરા ગામે રેલ્વે ફાટક પાસે રમેશભાઇ રાઠોડની ઓરડીમાં રહેતા કૂલદીપકુમાર ચુરામણ મહતો ઉવ.૨૧ મુળરહે-હરલુંગ,ગામ તા-બોકારો જી.હુલેંગ ઝારખંડ તેમજ ગોપાલકુમાર ગીરધારી મહતો ઉવ.૨૦ મુળરહે.-બગોદર ગામ પંચાયત-અડવારા તા.જમુઆરી જી-ગીરીડીહ ઝારખંડવાળા બન્ને ઇસમો ગઇ તા.૧૭/૦૧ના રોજ રાત્રીના સાડા અગિયારેક વાગ્યે જમીને પોતાની ઓરડી પર સુઇ ગયેલ હોય અને તા.૧૮/૦૧ ના રોજ વહેલી સવારના સમયે ઉઠ્યા ન હોય જેથી તેના સાથે કામ કરતા કર્મચારી તેઓની ઓરડી પર જતા બન્ને બેભાન અવસ્થામા હોય જેથી બન્ને ઇસમોને સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે લઇ જતા ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસી બન્નેને મરણ જાહેર કાર્ય હતા. ત્યારે મરણ જનાર બન્ને ઇસમોની લાશનુ ફોરેન્સીક પી.એમ. કરાવતા બન્ને ઇસમોનુ ગુંગળામણના કારણે મરણ ગયેલનુ અહેવાલમાં જાહેર થયું હતું.
ચોથા અપમૃત્યુના બનાવ મામલે મળતી વિગતો મુજબ, મોરબીના લીલાપર રોડ ઉપર રામેશ્વર પોટરી નળીયાના કારખાનાની મજુરોની ઓરડીમાં રહેતા જગજીવનભાઇ ઉર્ફે જગદીશભાઇ મગનભાઇ ચોહાણ ઉવ-૪૫ બે-ત્રણ દીવસથી બીમાર રહેતા હોઇ જેના કારણે મનમાં લાગી આવતા ગઈકાલ તા.૧૯/૦૧ના સવારના સાત-સાડા સાતેક વાગયાના અરશામાં રામેશ્વર પોટરી નળીયાના કારખાનાની ઓરડીનો દરવાજો અંદરથી બંધ કરી પોતાની જાતે પોતાના શરીરે કેરોસીન છાટી શરીરે આંગ ચાપી આખા શરીરે સળગી જતા જગજીવનભાઇ ઉર્ફે જગદીશભાઇનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે મૃતકના કુટુંબી પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.
આ ઉપરાંત અપમૃત્યુના પાંચમા બનાવ બાબતે જાણવા મળતી વિગતો અનુસાર, મોરબી-૨ ભારતનગર મફતીયાપરામાં રહેતા સલીમભાઈ હુશેનભાઈ પલેજા ઉવ.૪૦ ગઈકાલ તા.૧૯/૦૧ ના રોજ ગોપાલ સોસાયટી પટેલ પાન વાળી શેરીમાં કોઈ કારણસર બેભાન હાલતમાં પડેલ હોય જેને ૧૦૮માં સિવિલ હોસ્પીટલ મોરબી ખાતે સારવારમાં લઈ જતા ચાલુ સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કરતા સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.