Wednesday, January 22, 2025
HomeGujaratમોરબીના ઉદ્યોગકારોની માળખાકીય સુવિધા માટે રોડ બનાવવા વધુ રૂ.૧૨૦૦ કરોડ મંજુર.

મોરબીના ઉદ્યોગકારોની માળખાકીય સુવિધા માટે રોડ બનાવવા વધુ રૂ.૧૨૦૦ કરોડ મંજુર.

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ માટે રોડ બનાવવા વધુ રૂપિયા ૧,૨૦૦/- કરોડ મંજુર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ચોતરફ કાર્યરત વિવિધ પ્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત ઉદ્યોગોને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા અંદાજે ૩૭૫ કરોડના રોડ-રસ્તા બનાવવાના કામો કાર્યરત છે. ત્યારે મોરબીના હિતો માટે સક્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રાજ્ય ઉદ્યોગમંત્રી સમક્ષ રજુઆત કરતા વધુ રૂપિયા ૧૨૦૦ કરોડ મંજૂર કર્યા છે, જે સમગ્ર વિસ્તાર માટે ખૂબ જ આનંદ અને ગૌરવની બાબત છે.

આંતરિક રોડ રસ્તાઓ ખૂબ જ મજબૂત બનવાથી વરસાદની સીઝનમાં પણ સરળતાથી ઉદ્યોગકારો પોતપોતાના ઉદ્યોગગૃહ સુધી પહોંચી શકે અને મોટા વાહનો ટ્રક ટ્રેલર પણ આસાનીથી પરિવહન કરી શકે. રોડ રસ્તાઓ કોઈપણ રાષ્ટ્રની પ્રગતિનો માપદંડ છે. નેશનલ હાઈવેઝ, નેશનલ એક્સપ્રેસ વેયઝ, ફલાય ઓવર, ઓવર બ્રિજી અને એઈટ લેન, સિક્સ લેન, ફોર લેન ખૂબ મોટી માત્રામાં બની રહ્યા છે, એ જ શ્રેણીમાં મોરબીના ઉદ્યોગોને આ સુવિધા મળતા ઉદ્યોગકારોમાં આનંદની લાગણી પ્રવર્તી ગઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!