મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ મચ્છીપીઠ નજીકથી આરોપી સલમાનભાઈ ઇબ્રાહિમભાઈ પઠાણ ઉવ.૨૮ રહે. મોરબી લાતી પ્લોટ શેરી નં. ૮ને વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની ૪ બોટલ કિ.રૂ.૨,૨૪૮/-સાથે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે. પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પ્લાસ્ટિકના ઝબલા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભો હોય જેથી આરોપીની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની શીલપેક ૪ બોટલ મળી આવી હતી, આ સાથે એ ડિવિઝન પોલીસે આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.