મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલ સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી વિદેશી દારૂની ૧૦૮ બોટલનો જથ્થો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે, પોલીસના દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી તેને પકડી લેવા શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી-૨ મધુવન સોસાયટીમાં રહેતો રાજદીપસિંહ દવેરા પોતાના આર્થિક ફાયદા માટે સ્વીફ્ટ ડિઝાયર રજી.નં. જીજે-૦૧-આરસી-૮૭૩૨ વાળી કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય જે મુજબની મળેલ બાતમીને આધારે મધુવન સોસાયટીમાં રેઇડ કરતા ઉપરોક્ત સ્વીફ્ટ ડિઝાયર કાર બંધ હાલતમાં પડી હોય જેથી કારનો દરવાજો અન્ય ચાવીથી ખોલતા તેમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વહીસ્કીની ૧૦૮ બોટલ કિ.રૂ.૭૫,૧૮૬/-મળી આવી હતી, જેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો તથા કાર સહિત રૂ.૩,૭૫,૧૮૬/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, રેઇડ દરમિયાન આરોપી રાજદીપસિંહ દવેરા રહે.મોરબી-૨ મધુવન સોસાયટીવાળો હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.