મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે નાની વાવડી ગામ નજીક સુમતીનાથ સોસાયટીના નાકે આવેલ શક્તિ એલ્યુમિનિયમ નામની ઓફિસમાં રેઇડ કરતા વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ત્રણ બોટલ કિ.રૂ.૧,૫૦૦/-મળી આવી હતી, આ સાથે આરોપી વેચાણ અર્થે રાખનાર આરોપી અલ્પેશભાઈ અમરશીભાઈ મેદપરા ઉવ.૩૨ હાલ રહે.નાની વાવડી શિવ-વિલા સોસાયટી મૂળ રહે.કુંતાસી તા.મોરબી વાળાને રંગેહાથ પકડી લેવામાં આવ્યો છે, હાલ સીટી એ ડિવિઝન પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.