મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આરટીઓ કચેરી સામે સર્વિસ રોડ ઉપર એક ઈસમ શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની થેલી લઈને જતો હોય જેથી તાલુકા પોલીસ ટીમ દ્વારા યુવકને ઉભો રખાવી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની રોયલ સ્ટગ વ્હિસ્કીની ૫ બોટલ કિ.રૂ. ૩,૩૬૫/- મળી આવી હતી, આથી આરોપી નિશાંતભાઈ ઉર્ફે નિખિલભાઈ અરવિંદભાઈ ચૌહાણ ઉવ.૨૫ રહે. પ્રેમજીનગર તા.મોરબીવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.