Wednesday, January 22, 2025
HomeGujaratકાળા કારોબાર પર મોરબી એલસીબીની તરાપ:મોરબીના જુના સાદુળકા નજીક કોલસા ચોરીના કૌભાંડ:૧.૦૯...

કાળા કારોબાર પર મોરબી એલસીબીની તરાપ:મોરબીના જુના સાદુળકા નજીક કોલસા ચોરીના કૌભાંડ:૧.૦૯ કરોડના મુદ્દામાલ સાથે ચાર ની ધરપકડ:દસ વિરૂદ્ધ ગુનો નોંધાયો

કોલસાની ચોરીના કૌભાંડમાં સંડોવાયેલ મુખ્ય ૪ આરોપીના નામ ખુલ્યા,કુલ ૧૦ આરોપીઓ સામે ગુનો નોંધાયો

- Advertisement -
- Advertisement -

મોરબીના જુના સાદુળકા ગામે એલસીબી ટીમ દ્વારા ઇમ્પોર્ટ કોલસાની ચોરી કરી ભેળસેળ કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સાથે એલસીબી ટીમે સ્થળ ઉપરથી ૧.૦૯ કરોડના મુદ્દામાલ સાથે ૪ આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે ૨ આરોપી દરોડા દરમિયાન નાસી છૂટ્યા હતા અને મુખ્ય ૪ આરોપીના નામ ખુલ્યા હતા. જેથી કુલ ૬ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. જ્યારે મુદ્દામાલમાં ઇમ્પોર્ટ કોલસો આશરે ૧૮૮ ટન, મીક્ષ કરેલ કોલસો આશરે ૧૦૦ ટન, હલકી ગુણવતા વાળો કોલસો આશરે ૭૦ ટન તથા ટ્રક ટ્રેઇલર, બે ટ્રેક્ટર લોડર, હીટાચી મશીન, મોટર સાયકલ, મોબાઇલ નંગ-૫, રોકડા ૫ હજાર મળી કુલ કિ.રૂ. ૧.૦૯ કરોડથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી નજીક જુના સાદુળકા ગામ તરફ જવાના જુના રસ્તે એ.બી.સી.મીનરલ્સની બાજુમાં આવેલ પ્લોટમાં મોરબી એલસીબી પોલીસ ટીમે દરોડા પાડીને ઇમ્પોર્ટ કોલસાની ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં આરોપીઓએ ભેગા મળી પોતાના આર્થીક ફાયદા માટે ગુન્હાહીત કાવતરું રચી ઇમ્પોર્ટ કોલસો ભરી આવતી ગાડીઓના ડ્રાયવરોની મદદગારી મેળવી ટ્રકોમાંથી ઉતમ ગુણવતા વાળા કોલસાના માલની ચોરી કરી ઇમ્પોર્ટ કોલસામાંથી સારો કોલસો કાઢી તેમાં હલકી ગુણવત્તાવાળો કોલસો મિક્સ કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. ચોરી કરેલ મુદામાલ પોતાના પ્લોટમાં સંગ્રહ કરી તેનું ખરીદ વેચાણ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હતો. આ સાથે એલસીબી ટીમે દરોડો પાડી સ્થળ ઉપરથી ઇમ્પોર્ટ કોલસો આશરે ૧૮૮ ટન, મીક્ષ કરેલ કોલસો આશરે ૧૦૦ ટન, હલકી ગુણવતા વાળો કોલસો આશરે ૭૦ ટન તથા ટ્રક ટ્રેઇલર, બે ટ્રેક્ટર લોડર, હીટાચી મશીન, મોટર સાયકલ, મોબાઇલ નંગ-૫, રોકડા ૫ હજાર મળી કુલ કિ.રૂ. ૧,૦૯,૫૫,૦૦૦/-નો મુદ્દામાલને કબજે કર્યો છે.

એલસીબીના દરોડા દરમિયાન કાર્યવાહી દરમિયાન ૪ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં ટ્રક ટ્રૈલર ડ્રાઇવર- તૌફીકખાન અસરફખાન મલેક ઉવ.૨૪ રહે.વારાહી ગામ જીવરાણી વાસ મોટો ચોરો તા.સાંતલપુર જી.પાટણ,

હિટાચી ડ્રાઇવર- અખીલેશકુમાર શ્રીધીરેંદ્રભાઇ ગોંડ ઉવ.૨૦ રહે.જીગનહી પરસોના મધુબની વોર્ડ નં-૬ પોસ્ટ પરસોના જી.પચ્ચીમ ચંપારણ (બિહાર) તથા આરોપી મીઠાભાઇ વિઠ્ઠલભાઇ મીઠાપરા ઉવ.૩૯ રહે.રાજકોટ આણંદપર દેવનગર, રૂત્વીકભાઇ અમુભાઇ ખિમાણીયા ઉવ.૨૫રહે. હાલ નાની વાવડી સતનામ સોસાયટી શેરી નં-૧ તા.જી.મોરબી મુળરહે.ક્રુષ્ણનગર તા.જી.મોરબીવાળાની અટકાયત કરવામાં આવી છે જ્યારે નાસી જનાર આરોપીઓ લોડર ડ્રાઇવર- રમેશ અનસિંહ વસુનીયા રહે.દુધી કલ્યાનપુર તા.જી.જાંબુઆ (એમ.પી) તથા આરોપી લોડર ડ્રાઇવર- રાકેશ એમ બે આરોપીઓ નાસી ગયા હતા. જ્યારે મુખ્ય ચાર આરોપીઓના નામ ખૂલેલ હોય જેને ફરાર દર્શાવ્યા છે.

જ્યારે વોન્ટેડ આરોપીઓમાં બે પ્લોટ માલીક આરોપી નવઘણભાઇ જશાભાઇ બાલસરા રહે.નાની વાવડી સતનામ સોસાયટી ભુમી ટાવર પાસે તથા નિકુંજભાઇ રાજપરા રહે.લીલપર તા.જી.મોરબીવાળા તેમજ ટ્રક માલીક- જગજીતસિંહ રાણા રહે. ગાંધીધામ તથા હેરીભાઇ રહે.મોરબી એમ કુલ ચાર મુખ્ય આરોપીઓને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તમામ ૧૦ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!