ટંકારાના સિનિયર એડવોકેટ અને બાર એસોસિયેશન ના સેક્રેટરી અતુલ ત્રિવેદીની ભારત સરકાર દ્વારા વકિલાત ક્ષેત્રે નિપુણતા પૂર્વક કામગીરી અને છેલ્લા દોઢ દાયકાથી વકિલાત પ્રેક્ટિસ કરી સિનિયર લેવલે પહોંચી અનુભવી વકિલાત કેડર ના નોટરી બનવા કેન્દ્ર સરકાર ના લીગલ ડિપાર્ટમેન્ટ ના ઓનલાઈન ઈન્ટરવ્યુ થકી ઉત્તિર્ણ થતા ટંકારા તાલુકા મથકે છેલ્લા પંદર વર્ષથી રેવન્યુ પ્રેક્ટીસ કરતા જાણીતા એડવોકેટ અને વકિલ મંડળના સેક્રેટરી અતુલભાઈ ડી. ત્રિવેદી નુ ઓનલાઈન પધ્ધતિથી લીગલ સેલ દિલ્હી થી ઓરલ ઈન્ટરવ્યુ લેવાતા ઓનલાઈન સિસ્ટમમા સફળ થતા ભારત સરકાર દ્વારા ટંકારાના ધારાશાસ્ત્રી ને નોટરી તરીકે નિયુક્ત કરાયા હતા. નોટરી તરીકે નિયુક્તિ પામેલા અતુલ ત્રિવેદી ને ટંકારા, મોરબી, રાજકોટ, જામનગર સહિતના અનેક વકિલ મંડળ ઉપરાંત બ્રહ્મસમાજે અભિનંદન પાઠવ્યા હતા.