Wednesday, January 22, 2025
HomeGujaratહળવદમાં દારૂની હેરાફેરી કરનાર ઈસમને પાસા હેઠળ ડિટેઇન કરી જુનાગઢ જેલ હવાલે...

હળવદમાં દારૂની હેરાફેરી કરનાર ઈસમને પાસા હેઠળ ડિટેઇન કરી જુનાગઢ જેલ હવાલે કરાયો

રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રોહીબીશન-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાસા દરખાસ્ત કરવા સખત સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડિટેઇન કરી જુનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ નાઓએ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ અનવરભાઇ ઉર્ફે દડી હાજીભાઇ માલાણી (રહે. ક્રાંતીનગર મોરબી) સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી અનવરભાઇ ઉર્ફે દડી હાજીભાઇ માલાણી (રહે. ક્રાંતીનગર મોરબી)ને પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને સત્વરે પાસા એકટ તળે ડિટેઇન કરી જુનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસ તથા એ.એસ.આઇ. રમેશભાઇ મહાદેવભાઇ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ ઇન્દુલાલ આગલ, કોન્સ્ટેબલ સાગરભાઇ દેવાયતભાઇ મઢ તથા દિવ્યરાજસિંહ મેહન્દ્રસિંહ જાડેજા તથા હિતેશભાઇ મહાદેવભાઇ સાપરા વિગેરે સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!