મોરબી શહેરના ત્રાજપર ગામે રહેતા યુવકને તેની ઘરની બાજુમાં રહેતા શખ્સ દ્વારા સામુ જોવા જેવી સામાન્ય બાબતે ગાળો આપી એકદમ ઉશ્કેરાઈને યુવકને માથાના ભાગે અને હાથમાં કાંડાના ભાગે છરીના ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી, ત્યારે યુવકને પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાલ તેની સારવાર ચાલુ હોય, ત્યારે ભોગ બનનાર યુવક દ્વારા બી ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી પાડોશી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના ત્રાજપર ગામે રહેતા કિશનભાઈ બેચરભાઈ પાટડીયા ઉવ.૨૫ એ મોરબી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડથી બી ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી વિક્રમ ઉર્ફે છનો ગોરધનભાઇ સેલાણીયા રહે.ત્રાજપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે ગઈ તા.૨૦/૦૧ના રોજ કિશનભાઈ પોતાના કામ પરથી પરત આવ્યા ત્યારે પડોશમાં રહેતો આરોપી વિક્રમ ઉર્ફે છનો કિશનભાઈના મકાન પાસે ઉભો હતો, ત્યારે આરોપી વિક્રમે સામુ જોવા બાબતે જેમ ફાવે તેમ કિશનભાઈને અપશબ્દો આપી છરી વડે માથાના ભાગે, હાથમાં તેમજ આંખ પાસે છરીથી ઇજાઓ પહોંચાડી હતી, ત્યારે ભોગ બનનાર કિશનભાઈની ફરિયાદને આધારે પોલીસે આરોપી વિક્રમ ઉર્ફે છનો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.