મોરબીના ગાળા ગામની સીમમાં આવેલ સોલોરેક્ષ ટાઇલ્સ નામની સીરામીક ફેક્ટરીમાં કામ કરતા બીનુભાઈ મુનસિંગ ઉવ.૩૫ ગઈકાલ તા.૨૨/૦૧ના રોજ ફેક્ટરીમાં કામ કરતા સમયે કન્વેયર બેલ્ટમાં આવી જતા બીનુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની લાશ જેતપુર પીએચસી સેન્ટર ખાતે લાવતા ફરજ ઉપર હાજર મેડિકલ ઓફિસરે પોલીસને જાણ કરતા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.