હળવદના સોનીવાડ લક્ષ્મીનારાયણ ચોક ખાતે રહેતા નરેન્દ્રગીરી રમણીકગીરી ગોસાઇ ઉવ.૪૪ એ ગત તા.૨૧/૦૧ના રોજ હળવદ ટાઉનમાં આવેલ શરણેસ્વર મંદિર તળાવની પાળ પાસે કોઈ અગમ્ય કારણોસર ઉંદર મારવાની દવા ગટગટાવી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, જે અનુસંધાને મૃતકના પુત્ર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.