પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા તથા સગીરવયનાં (ભોગ બનનાર) બાળકો શોધી કાઢવા અંગે ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઇ તથા સીપીઆઈ એચ એન રાઠોડનાં માર્ગદર્શન હેઠળ ટંકારા પો. સ્ટે. પીએસઆઈ બી. ડી. પરમારની સુચનાથી ટંકારા પોલીસ ટીમ કાર્યરત હોય દરમ્યાન મળેલ બાતમી આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાનો આરોપી રમેશ ઉર્ફે રાણો ધનજીભાઈ સંગોડ (ઉ.વ. 42, ધંધો ખેત મજુરી, રહે. પાવ, તા. ધાનપુર, જિ. દાહોદ)ને પકડી પાડવામાં આવ્યો છે. હાલમાં આરોપીને ચાલતા કોરોના વાયરસના લીધે પોલીસ સ્ટેશન ખાતે કોરોન્ટાઇન રાખવામા આવેલ છે. તથા પોલીસે ભોગ બનનારને પણ શોધી કાઢી તેને મહિલા પોલીસ દેખરેખ હેઠળ રાખવામાં આવેલ છે.
આ કામગીરીમાં પીએસઆઈ બી. ડી. પરમાર, ફારૂકભાઈ યાકુબભાઈ પટેલ, એ. પી. જાડેજા, કિશોરદાન ગંભીરદાન ગઢવી સહિતનાઓ રોકાયેલા હતાં