મોરબી જીલ્લામાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને એસપી રાહુલ ત્રિપાઠી ના માર્ગદર્શન હેઠળ પોલીસ ખૂબ સુંદર કામગીરી કરી રહી છે પરંતુ ક્યાંકને ક્યાંક લાલચુ અધિકારીઓને લીધે પોલીસને શરમ થી માથું ઝૂકાવવા માટે મજબૂર બનવું પડે છે.
આવી જ સ્થિતિ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં જોવા મળે છે.જેમાં બૂટલેગરો માટે વાંકાનેર તાલુકાના વિસ્તારો આશ્રય સ્થાન બન્યુ છે અને દેશી વિદેશી દારૂ માટે વાંકાનેર તાલુકાનો અંતરિયાળ વિસ્તાર મોકળો મારગ બની ગયું છે.જો કે પોલીસ ધરે તો એક ચપ્પલ પણ કોઈ ચોરી ન શકે એ સ્ટેટ મોનીટરીંગ સેલ દરરોજ કામગીરી કરી સાબિત કરી પુરાવા આપી રહી છે પરંતુ વાંકાનેર તાલુકા પીઆઈ ડી વી ખરાડી ના પેટનું પાણી હલતું નથી.નહિ કે ફક્ત દેશી વિદેશી દારૂના હાટડા પણ ખનીજ ચોરી થી લઈ અનેક અનૈતિક પ્રવૃતિઓ બેખોફ ધમધમી રહી છે.ક્યાંક રાજકીય વગ માટે તો ક્યાંક પોતાની બદલીના થયા એ માટે ભૂતકાળમાં પીએસઆઈ પણ આવા વિક્રેતાઓ ને નજર અંદાજ કરી રહ્યા છે પણ આ એક આવા અનૈતિક તત્વો માટે નિરંકુશ બનવા પ્રોત્સાહન વાંકાનેર તાલુકા પીઆઈ પીએસઆઈ ની ટીમ દ્વારા આપવામાં આવી રહ્યું છે. જેનું નુકશાન આવનારા સમયમાં અન્ય અધિકારીઓને ભોગવવાનું રહેશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલ વાંકાનેર તાલુકા પોલીસનો વિસ્તાર રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર અવર જવર માટે સરળ છે.જેના લીધે વિદેશી દારૂના મોટા બૂટલેગરો પણ કટીંગ માટે વાંકાનેર તાલુકાનો વિસ્તાર પસંદ કરી રહ્યા છે.વાંકાનેર તાલુકાનો વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ અંતરિયાળ અને વીડી જંગલ વિસ્તાર છે જેનો લાભ લઈ આ બૂટલેગરો તેનો મનસૂબો પાર પાડે છે જો કે એ બીચારા તો મોકો શોધતા હોય પણ આવા મોકા પર મીઠી નજર આપનારા વાંકાનેર તાલુકા પીઆઈ ને વિસ્તારની કોઈ ગંભીરતા ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.આ પીઆઇ દ્વારા આવા કોઈ પોલીસમથક માં ફરજ બજાવેલ છે કે પછી આ વાંકાનેર તાલુકામાં ફ્કત પ્રાયોગિક અનુભવ માટે આવ્યા છે એ કહેવું મુશ્કેલ છે.પણ ધીમીધારે વાંકાનેર તાલુકામાં પોલીસનો ખોફ અને પોલીસની ઈમેજ ખરડાઈ રહી છે જો પીઆઇ અને પીએસઆઈ આ નહીં સમજે તો પછી મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ ને પણ બીજા જીલ્લાની પોલીસ પર હુમલો કરી માર ખાવાનો વારો આવે છે એમ આવતા જરા પણ વાર નહીં લાગે બિન અનુભવી અધિકારી ના લીધે તેનો ભોગ જીલ્લાની ઇમેજ પર આવી જાય છે.પોલીસ એટલે શું એવુ અને પોલીસ માટે ફક્ત એક મુદ્દો મહત્વનો નથી એવું સમજનાર અધિકારી વાંકાનેર તાલુકા પોલીસમથક માં હોવા અત્યંત જરૂરી છે.ખેર સમય આવશે એટલે જો નહીં સમજે તો પારકી માં કાન વિંધે એમ મોરબી મીરર દ્વારા ભૂતકાળમાં પણ સત્યનો અરીસો બતાવ્યો છે અને ફરીથી સત્ય માટે આગળ આવવું પડશે જો બધા જ એક સરખા થઈ જશે તો બંધારણ અને મૂળભૂત અધિકારો અને નૈતિક ફરજો નું નિકંદન નીકળી જશે જેથી આવનારા સમયમાં પુરાવા સાથે વાંકાનેર પોલીસના કાન મરોડશું તેમાં કોઈ શંકાને સ્થાન નથી.