મોરબીની ARTO કચેરી દ્વારા વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી વિશે જાગૃત્તિ કેળવાય તેવા આશયથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અંતર્ગત લખધીરસિંહ એન્જીનિયરીંગ કોલેજ, મોરબી ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
લખધીરસિંહ એન્જીનિયરીંગ કોલેજ, મોરબી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અંતર્ગત યોજાયેલ જાગૃતિ કાર્યક્રમમાં મોટર વાહન નિરીક્ષક રાજદિપસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે, માર્ગ સલામતી માટે દરેક લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે અને બીજા લોકોને પણ સમજ આપે, પોતે અને પરિવારને સમજાવવાના પ્રયાસ કરે તો જ માર્ગ પર થતા અકસ્માતો ઓછા કરી અટકાવી શકાશે. માર્ગ સલામતીથી જ માનવીનું જીવન બચાવી શકાય છે. કારણ કે, નાની બેદરકારી અને ટ્રાફિક નિયમોને અવગણવાથી અનેક લોકોના મૃત્યુ થાય છે. ઓવર સ્પીડીંગ, રોંગ-સાઈડ પર વાહન હંકારવાથી પણ અક્સમાત થતા હોય છે. માત્ર એટલું જ નહીં પણ માથાની ઇજાથી બચવાં માટે દ્વિચક્રી વાહન ચાલકોએ અવશ્ય હેલ્મેટ પહેરવું જોઈએ. કૉલજના વિદ્યાર્થીઓ પોતાનું વાહન ચલાવે ત્યારે હેલ્મેટ પેહરી કૉલેજમાં આવે તો બીજા લોકોને પણ પ્રેરણાં મળશે તેમ તેઓએ ઉમેર્યું હતું. તેમજ હિટ & રન સ્કિમ અને ગુડ સેમેરીટન સ્કિમ અંગે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી.