મોરબીની પંચવટી સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી ન આવતુ હોવાની ફરિયાદનું કોઈ નિરાકરણ ન આવતા અંતે સોસાયટીના સ્થાનિકો દ્વારા આ અંગે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
જેમાં ગઈકાલે પંચવટી સોસાયટીમાં રહેતા એક ચેતનભાઇ ભીલા નામના સ્થાનિક દ્વારા તેના ખાલી પાણીના ટાંકામાં રહીને અન્નજળનો ત્યાગ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી તેઓને પાણી મળવા મામલે કોઈ યોગ્ય નિરાકરણ અથવા લેખિત બાહેંધરી ન મળે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે તેવી જીદ પકડી હતી ત્યારે આજે પંચવટી સોસાયટીની મહિલાઓ સહિતના લોકો આપ આગેવાનો સહિતના મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને કચેરી ખાતે કોઈ અધિકારી હાજર ન હોવાથી તેઓએ મ્યુનિસિપલ કમિશ્નરની ઓફિસ પાસે જ ધરણા પર ઉતર્યા હતા અને રામધૂન બોલવી હતી અને જ્યાં સુધી તેઓ કોઈ અધિકારીને મળી નહીં લે અને જ્યાં સુધી લેખિત બાંહેધરી નહીં મળે ત્યાં સુધી તેઓએ નહિ ખસવાની જીદ પકડી હતી જોકે થોડા સમય બાદ જ ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા આવ્યા હતા અને તેમને પાણીની સમસ્યા બાબતે આવેલ લોકોને મળી ને આશ્વાસન આપ્યું હતું ત્યારે અને સીટી એન્જિનિયર ને તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાણી ન આવવાનું કારણ જાણી તેનું કઈ રીતે નિરાકરણ કરી શકાય તે અંગે કામગીરી કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.જોકે સ્થાનિકો લેખિત બાંહેધરી ન મળે ત્યાં સુધી હજુ પણ વિરોધ યથાવત રાખવા મક્કમ હતા.જેને લઈને અંતે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં હાજર સ્થાનિકોને આશ્વાસન આપ્યું હતું અને સિટી એન્જીનીયર દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવી હતી.ત્યારબાદમાં અન્નજળનો ત્યાગ કરી આંદોલન પર ઉતરેલ ચેતનભાઇ ભીલા નામના સ્થાનિક રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમને મહાનગરપાલિકા કચેરી ખાતે લઈ જઈ કમિશનરના હસ્તે પારણા કરાવ્યા હતા અને આંદોલન નો સુખદ અંત આવ્યો હતો.
મનપા ના સિટી એન્જીનીયર દ્વારા આપવામાં આવેલ બાંહેધરી પત્રમાં જણાવવામાં આવેલ છે કે ત્રણ દિવસમાં જે પાણી ચોકની સમસ્યા છે તે શોધીને દૂર કરવાની કામગીરી કરવામાં આવશે ત્યાં સુધી ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવશે અને આગામી 31 જાન્યુઆરીના રોજ આ વિસ્તારમાં જે પાણીની પાઇપલાઇન છે તે મોટી પાઇપલાઇન નાખવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે અને તેનું કામ હાથ ધરવામાં આવશે ત્યારે કામ હાથ ધરવામાં આવશે ત્યારે જે પાણીની તંગી ન સર્જાય તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવશે.