માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે માલાણી શેરીમાં જાકિરહુશેન નામના વ્યક્તિના ઘરમાં રેઇડ કરતા વિદેધી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની બે બોટલ કિ.રૂ.૧,૧૨૨/- મળી આવી હતી, આ સાથે જ આરોપી જાકિરહુસેન અકબરભાઈ માલાણી ઉવ.૧૯ ની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી તેની વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.