કાર, ૬૬૦ લીટર દેશી દારૂ, મોબાઇલ સહિત ૪.૯૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરતી તાલુકા પોલીસ
મોરબી તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ટીંબડી ગામના પાટીયા નજીકથી દેશી દારૂ ભરેલ સ્વીફ્ટ કાર ઝડપી લીધી હતી, જ્યારે કાર ચાલક ઈસમ પોતાનું વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો, હાલ પોલીસે ૬૬૦ લીટર દેશી દારૂ સહિત ૪.૯૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી દેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળેલ કે માળીયા(મી) તરફથી દેશી દારૂ ભરીને એક સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૩૬-એએલ-૫૩૦૦ મોરબી તરફ આવવાની હોય જે બાતમીને આધારે ટીંબડી ગામના પાટીયા પાસે વોચમાં હોય તે દરમિયાન ટીંબડી ગામ નજીક પાટીદાર ટાઉનશીપ સામે ઉપરોક્ત સ્વીફ્ટ કારનો ચાલક કાર મૂકીને નાસી ગયો હતો, જેથી પોલીસે કારની તલાસી લેતા તેમાંથી ૬૬૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧.૩૨ લાખ, એક ઓપો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦ હજાર મળી આવ્યો હતો. હાલ પોલીસે સ્વીફ્ટ કાર સહિત ૪.૯૨ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ નાસી ગયા કાર ચાલક આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.