Friday, January 24, 2025
HomeGujaratટંકારાના લજાઈ હડમતીયા રોડ નજીક SMCએ બંધ ગોડાઉનમાંથી ૧૧.૮૧ લાખનો દારૂ ઝડપી...

ટંકારાના લજાઈ હડમતીયા રોડ નજીક SMCએ બંધ ગોડાઉનમાંથી ૧૧.૮૧ લાખનો દારૂ ઝડપી પાડયો

ગોડાઉન ભાડે રાખનાર રાજસ્થાની શખ્સ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા રોડ ઉપર આવેલ ઔધોગિક વિસ્તારમાં ગત સાંજના સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી બંધ ગોડાઉનમાં તાળું તોડી રેડ પાડતા એસએમસીને ગોડાઉનમાંથી વિદેશી દારૂની 2147 બોટલ કબજે કરી ગોડાઉન ભાડે રાખનાર રાજસ્થાની શખ્સ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત સાંજના સમયે ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ભયડો રપડ ઉપર આવેલ ઔધોગિક વિસ્તારમાં આવેલા સંકલ્પ ગોડાઉનમાં દરોડો પાડી રૂપિયા 11,81,414ની કિંમતનો વિદેશી દારૂનો 2147 બોટલ દારૂ કબ્જે કરી ગોડાઉન માલિકની શોધખોળ કરી ભાડાકરારને આધારે ગોડાઉન ભાડે રાખનાર રાજસ્થાનના વતની કમલેશકુમાર હનુમાનરામ નામના શખ્સ, દારૂનો જથ્થો મોકલનાર અને લેનાર તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા પોલીસ મથકમાં બેક ટુ બેક ડુપ્લીકેટ ઓઈલ, ચર્ચાસ્પદ જુગાર ધામમાં તોડ કાંડ વિદેશી દારૃ પિસ્તોલ કારતુસ સહિતના કેસ સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી કરતા ફરી એક વાર વિઝિલ્યન્સ ત્રાટકતા પોલીસ અને ગુનેગારો માં ભારે ચકચાર મચી જવા પામી છે. ટંકારા પોલીસ સ્ટેશન પિ આઈ કક્ષાનું બન્યા બાદ એક પછી એક પિ આઈ બદલતા રહે છે ત્યારે ગત અઠવાડિયે થાણાનો ચાર્જ લેનાર કે એમ છાસિયા વિસ્તારથી વાકેફ થાય એ પહેલાજ વિભાગની ટીમે રેડ કરી ચકચાર જગાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!