માળીયા(મી) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા માળીયા(મી) તાલુકામાં ગરીબ પરિવારોમાં સાક્ષરતા લાવવા માટે શિક્ષકોની ઘટ પુરી કરવા અંગેની માંગ સાથે મોરબી જીલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કાલરીયાના જણાવ્યા અનુસાર, મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ હોય તેવું જાણમાં આવેલ છે. ગરીબ પરીવારના લોકો પોતાના સંતાનો તેમની માફક ગરીબી રેખા નીચે ન જીવે તેવા એક માત્ર આશયથી તેમના બાળકોને સરકારી સ્કુલોમાં અભ્યાસ અર્થે મોકલે છે. પરંતુ જો સ્કુલોમાં શિક્ષકોની જ ઘટ જોવા મળે તો સાક્ષરતા કેવી રીતે લાવી શકાય છે અને ગરબ પરીવારના લોકોને સાક્ષર કેવી રીતે બનાવી શકાય છે. તે એક ગંભીર પ્રશ્ન છે. જેથી મો૨બી જીલ્લાના માળીયા તાલુકામાં ગરીબ પરીવારમાં સાક્ષરતા લાવવા માટે તેમજ મો૨બી જીલ્લાના માળીયા તાલુકાને શિક્ષણક્ષેત્રમાં આગળ લાવવા જે જે ગામડાઓમાં શિક્ષકોની ઘટ છે તેવા તમામ ગામોમાં શિક્ષકોની ઘટ પુરી કરવાની વિનંતીસહ માંગ કરી રજુઆત કરવામાં આવી છે.