૩૫ દિવસ પહેલા બનેલ બનાવમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
માળીયા(મી) તાલુકાના વીરવદરકા ગામ નજીક ૩૫ દિવસ પહેલા એક્સમાં5ના બનાવમાં ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી આગળ જઈ રહેલા કારણે પાછળથી ટક્કર મારતા કાર ડિવાઈડર સાથે અથડાઈ પલ્ટી મારી ગયી હતી ત્યારે કાર સવાર ચાલક સહિત બે વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી, જ્યારે કારમાં મહત્તમ નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મુકીને નાસી ગયો હતો. હાલ ઇજાગ્રસ્ત કાર ચાલકની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગાંધીધામ કચ્છ પ્લોટ નં.૭૭૨ વોર્ડ-૯૯ ભારતનગરમાં રહેતા કુનાલભાઈ કમલેશભાઈ સીંદલ ઉવ.૩૪ અને તેમનો મિત્ર ગઈ તા.૨૦/૧૨ના રોજ પોતાની કાર રજી.નં. જીજે-૩૯-સીએ-૫૩૫૫ વાળીમાં મોરબી ખાતે પ્રસંગમાં આવ્યા હોય જ્યાંથી તેઓ પ્રસંગમાં હાજરી આપી પરત કચ્છ જતા હોય ત્યારે માળીયા(મી) ના વીરવદરકા ગામ નજીક પાછળ ફૂલ સ્પીડમાં આવતા ટ્રક રજી.નં. જીજે-૦૩-બીવાય-૦૦૦૩ના ચાલકે ટ્રકની આગળ જઈ રહેલ કુનાલભાઈની કારને પાછળથી જોરદાર ટક્કર મારતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલ્ટી મારી ગયી હતી, અકસ્માત સર્જી ટ્રક ચાલક તેનું વાહન રેઢું મૂકીને નાસી ગયો જ્યારે આજુબાજુ એકઠા થયેલા લોકોએ કાર ચાલક કુનાલભાઈ સહિત બન્ને વ્યક્તિને કાર બહાર કાઢ્યા હતા, અને ૧૦૮ મારફત મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા, જ્યાં કુન્સલભાઈને હાથની આંગળીમાં તેમજ તેના મિત્રને સામાન્ય ઇજાઓની સારવાર લઈ કચ્છ ખાતે સારવારમાં હોય જે બાદ માળીયા(મી) પોલીસ મથક ખાતે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.