એક્સેલ પેપરમિલમાં આગ લાગતા લાખો રૂપિયાના નુકસાનની ભીતિની આશંકા

વાંકાનેર નજીક આવેલા એક્સેલ પેપરમિલમાં આગ નો બનાવ બન્યો હતો જેમાં સમી સાંજે લાગેલી આગ ફાયર ફાયટર પહોંચે એ પહેલાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના લીધે પેપરમિલમાં પડેલો સમાન બળીને ખાખ થઈ ગયો હતો જેના લીધે મોરબી વાંકાનેર સહિતનો ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધરાયાં હતા જો કે આ આગ એમ છતાં કાબુમાં ન આવતાં રાજકોટ ફાયર વિભાગનો સંપર્ક કરી મદદ માંગી અને ફાયરફાયટર મંગાવાયા છે.









