Monday, January 27, 2025
HomeGujaratમોરબીના વોલ,ફ્લોર અને પાર્કિંગ ઉત્પાદનમાં ૧ ફેબ્રુઆરીથી ૧૦% ભાવ વધારો ફરજિયાત કરાયો

મોરબીના વોલ,ફ્લોર અને પાર્કિંગ ઉત્પાદનમાં ૧ ફેબ્રુઆરીથી ૧૦% ભાવ વધારો ફરજિયાત કરાયો

મોરબી સીરામિક મેન્યુફેકચર એસોસિએશનનું ઉદ્યોગ બચાવ માટેનું પગલું

- Advertisement -
- Advertisement -

મોરબી સિરામિક મેન્યુફેકચર એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે રો મટીરીયલ, ગેસ અને પેકેજિંગ ખર્ચમાં વધારો થવાના કારણે સિરામિક પ્રોડક્ટ્સના ભાવમાં આગામી ૧ ફેબ્રુઆરી ૨૦૨૫થી ૧૦% વધારો કરેલ છે. સીરામીક ઉદ્યોગની સ્થિતિ જાળવવા માટે આ ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મોરબી સિરામિક મેન્યુફેકચર એસોસિએશન દ્વારા ઓલ ઇન્ડિયા ટાઇલ્સ ડીલર અને એક્સપોર્ટરને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે છેલ્લા છ મહિનામાં સીરામિક ઉદ્યોગને ભારે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. રો મટીરીયલ, ગેસ અને પેકેજિંગ ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાને કારણે ઉદ્યોગને મોટું આર્થિક નુકશાન થયું છે. આ સ્થિતિમાં ઉદ્યોગની ક્વોલિટી જાળવવી અને સપ્લાય ચેન ટકાવી રાખવી મુશ્કેલ બની છે. સીરામીક ઉદ્યોગને આર્થિક રીતે ટકાવી રાખવા માટે ૧ ફેબ્રુઆરી ૨૦૨૫થી સિરામિક વોલ, ફ્લોર અને પાર્કિંગ પ્રોડક્ટ્સના ભાવમાં ૧૦% વધારો કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. વધુમાં એસોસીએશન દ્વારા સ્પષ્ટતા કરી છે કે જો આ ભાવ વધારાને સ્વીકારવામાં વિલંબ થશે તો સીરામીક ઉદ્યોગને ઉત્પાદન ઘટાડવું પડશે, જેનાથી સર્વાઇવ કરવું વધુ મુશ્કેલ બનશે તેમ પત્રમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!