મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે ત્રાજપર નજીક ઓરિએન્ટલ બેંક વાળી શેરીમાંથી નસીબ આધારિત વર્લી ફિચર્સના આંકડાઓનો રૂપિયાની હારજીતનો જુગાર રમતા ધરમશી ઉર્ફે લાલો રાજુભાઇ ગણેશીયા ઉવ.૨૭ રહે. ત્રાજપર ચોરાવાળી શેરીવાળાને રંગેહાથ પકડી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડા રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૧,૫૫૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.