Friday, January 31, 2025
HomeGujaratમોરબી:આયુષ હોસ્પિટલના પાર્કિંગ સ્થળેથી તસ્કરો બાઇક હંકારી ગયા

મોરબી:આયુષ હોસ્પિટલના પાર્કિંગ સ્થળેથી તસ્કરો બાઇક હંકારી ગયા

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક સાવસર પ્લોટમાં આવેલ આયુષ હોસ્પિટલના પાર્કિંગ સ્થળે પાર્ક કરેલ મોટર સાયકલ અજાણ્યા વાહન ચોર દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, હાલ સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી-૨ નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક જીવરાજ સોસાયટી શેરી નં.૧ રહેતા મૂળ જામનગરના ફલ્લા ગામના વતની મયુરભાઈ શામજીભાઈ રાઠોડ ઉવ.૩૨ ગઈ તા.૧૯/૦૧ ના રોજ સવારે પોતાના મિત્રને મળવા જામનગર ગયા હતા ત્યારે તેમણે પોતાનું હોરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી. નં. જઈને-૩૬-એમ-૬૮૧૯ વાળું બાઇક જુના બસ સ્ટેન્ડ નજીક આયુષ હોસ્પિટલની લેબોરેટરી પાસેના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું, જે બાદ મયુરભાઈ બપોરના જામનગરથી પરત આવ્યા ત્યારે પાર્કિંગ કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ તેમનું બાઇક ચોરી કરીને લઈ ગયા હતા, જેથી મયુરભાઈએ બાઇક ચોરી માટે પ્રથમ ઇ-એફઆઈઆર બાદ સીટી એ ડિવિઝનમાં રૂબરૂ અજાણ્યા ચોર તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!