હળવદ પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટાઉન વિસ્તારમાં આવેલ શ્રીજી પાર્ટી પ્લોટ નજીક પસાર થયેલ એસન્ટ કાર રજી. નં.જીજે-૦૩-કેસી-૭૪૪૮ ને રોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની બોટલમાં ૩૦૦મીલી. જેટલું કેફી પ્રવાહી મળી આવ્યું હોય જેથી તુરંત કાર ચાલક આરોપી અભયરાજસિંહ હનુભા ચુડાસમા ઉવ.૩૦ રહે.રાજકોટ બાબરીયા કોલોની શેરી નં.૪ વાળાની અટકાયત કરી છે, આ સાથે પોલીસે કાર તેમજ ૩૦૦મીલી વિદેશી દારૂ સહિત રૂપિયા ૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.