આરોપીને પોકેટકોપ એપ દ્વારા શોધી બનાસકાંઠાથી ટ્રાન્સફર વોરંટ મેળવી ધરપકડ કરાઈ
વાંકાનેર તાલુકા પોલીસે વર્ષ ૨૦૨૧ના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા ૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે. જેમાં પોકેટકોપ એપના ડેટાના આધારે આરોપી બનાસકાંઠાના અમીરગઢમાં હોવાનું જાણવા મળતા ટ્રાન્સફર વોરંટ મેળવી તેની ધરપકડ કરવામાં આવી છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અપાઈ હતી જે અંતર્ગત, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ૨૦૨૧ માં નોંધાયેલા પ્રોહીબીશનના એક કેસમાં આરોપી વિનોદકુમાર મુસારામ ગુજ્જર (રહે. પુરનનગર, તાલુકો કોટપુતલી, જીલ્લો જયપુર, રાજસ્થાન) નાસતો ફરતો હતો. જેને પોકેટકોપમા સર્ચ કરતા આરોપી પ્રોહીબીશનના અન્ય ગુનામાં અમીરગઢ પોસ્ટે જી.બનાસકાંઠામા અટક કરેલ હોવાનુ જણાય આવતા તુરત જ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આરોપીનુ ટ્રાંન્સફર વોંરટ ઇસ્યુ કરાવી આરોપીનો કબ્જો મેળવી વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે લાવી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.