મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીના રહેણાંક મકાનમાં રેઇડ કરતા વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની ૪૮ નંગ બોટલ મળી આવી હતી, આ સાથે આરોપી મહેશભાઈ ધનજીભાઈ મકવાણા ઉવ.૩૯ની અટકાયત કરવામાં આવી હતી, જયારે પકડાયેલ આરોપીને વેચાણ કરવા અર્થે વિદેશી દારૂ આપી જનાર આરોપી રૂષિરાજસિંહ જાડેજા રહે.મોરબીવાળાનું નામ ખુલવા પામતા તેને ફરાર દર્શાવી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈ બંને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.