વાંકાનેર તાલુકા પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક આવેલ સોમનાથ નામની હોટલ ખાતે સ્વીફ્ટ કારમાં આવેલા ચાર ઈસમો દ્વારા હોટલ સંચાલક સહિત બે યુવકો ઉપર કારખાનામાં ચાલતી આઇસરના ફેરા બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી લોખંડના પાઇપ તથા લાકડીઓ સહિતના હથિયારો સાથે હુમલો કરી બંને યુવકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે હુમલામાં બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ બંને યુવકોની સારવાર પૂર્ણ થતાં તેઓએ ચાર આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા ગભરૂભાઇ રતાભાઇ જીવાભાઇ સામળ ઉવ.૩૮ ધંધો.હોટલ/ટ્રાન્સપોર્ટ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી સાદુલભાઇ મેરાભાઇ લોહ, હીરાભાઇ કરણાભાઇ લોહ, પોલાભાઇ લાખાભાઇ લોહ તથા રામાભાઇ ભીમશીભાઇ લોહ તાનામ રહે.જાલીડા તા.વાંકાનેરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૩૧/૦૧ના રોજ ફરીયાદી ગભરૂભાઈ તથા તેમના કાકાનો દીકરો ફરી.ની ચોટીલા નેશનલ હાઇવે રોડ રંગપર ગામ નજીક સોમનાથ હોટલ ખાતે હાજર હતા ત્યાર ઉપરોક્ત ચારેય આરોપીઓ એક સફેદ કલરની સ્વીફટ ગાડી રજી નંબર. જીજે-૩૬-એસી-૫૦૫૬ વાળીમા આવી જેમા આરોપીઓએ અગાઉ કારખાનામાં ચાલતી આઇસરના ફેરા બાબતની બબાલનો ખાર રાખી ફરીયાદી સાથે ગાળાગાળી કરી લોખંડના પાઇપ અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી ગભરૂભાઈને માથાના ભાગે એક ઘા મારી ઇજા કરી તથા સાહેદને માથામા કપાળના ભાગે મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કસર્વના એકબીજાની મદદગારી કરી હોવાની ફરિયાદને આધારર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી તમામ આરોપીઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.