પ્રયાગરાજ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે. ત્યારે મહાકુંભ મેળામાં ભાગદોડની ઘટના બનતા અનેક લોકોના મૃત્યુ થયા છે. ત્યારે મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે પરશુરામ ધામ ખાતે તા. 3 ફેબ્રુઆરીથી 21 દિવસીય યજ્ઞનું સવારે 8 થી 9 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાભ લાવે માંગતા લોકોએ ભૂપતભાઈ પંડ્યા મોબાઇલ નં. 98256 71698 પર સંપર્ક કરવા જણાવ્યું છે.
૧૪૪ વર્ષના સમય બાદ ખૂબ સુંદર યોગ બનતા મહાકુંભ આવ્યો છે. ત્યારે પ્રયાગરાજ ખાતે કરોડોની સંખ્યામાં લોકો મહાકુંભમાં ઉમટી રહ્યા છે. ત્યારે સ્વાભાવિક છે કરોડો લોકોની ઉપસ્થિતિમાં નાની મોટી દુર્ઘટના બનતી હોય છે. ત્યારે મહાકુંભમાં ભાગદોડની દુર્ઘટના બનતા અનેક લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા દિવંગતોના આત્માની શાંતિ માટે મોરબીના પરશુરામ ધામ ખાતે સોમવાર તા. 3 ફેબ્રુઆરીથી 21 દિવસીય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે યજ્ઞનો સવારે 8 થી 9 દરમિયાન યોજવામાં આવશે. ત્યારે જે લોકો યજ્ઞમાં બેસવા માગતા હોય તેઓએ ફક્ત 251 રૂપિયા આપી લાભ લઇ શકે છે. જેમાં યજ્ઞની સામગ્રી, ઘી તેમજ હોમ દ્રવ્ય મંદિર તરફથી આપવામાં આવશે. જે લાભ લેવા માંગતા હોય તો નામ નોંધાવવા માટે ભુપતભાઈ પંડ્યા મોબાઇલ નં. 9825671698 પર સંપર્ક કરી શકો છો તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.