Monday, February 3, 2025
HomeGujaratમોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારની ઠોકરે બાઇક ચાલક વૃદ્ધનું મોત

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારની ઠોકરે બાઇક ચાલક વૃદ્ધનું મોત

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કાર અને બાઇક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઇક ચાલક વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું, જેમાં કાર ચાલક દ્વારા પોતાનું વાહન પુરપાટ ગતિએ ચકાવી આગળ જઈ રહેલા બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક સહિત રોડ ઉપર પડી ગયેલ બાઇક ચાલકનું સ્થળ ઉપર મોત થયું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગત અનુસાર મોરબી શહેરના કંડલા બાયપાસ રોડ ઉપર અકસ્માતમાં મૃત્યુની ઘટનામાં મોરબીના પંચાસર રોડ ઉઓર મહાવીરનગરમાં રહેતા ભીમજીભાઈ નકુમ ગઈકાલ તા.૦૨/૦૨ના રોજ સાંજના સમયે પોતાનું ટીવીએસ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએચ-૬૯૦૪ લઈને જતા હોય ત્યારે કંડલા બાયપાસ રોડ ઉપર કીર્તિ પેટ્રોલ પંપ સામે પાછળથી ફૂલ સ્પીડમાં આવતી કાર રજી.નં. જીજે-૦૧-એચવાય-૧૦૯૯ ના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી ભીમજીભાઈના મોટરસાયકલને પાછળથી જોરદાર ઠોકર મારતા ભીમજીભાઈ મોટર સાયકલ સહિત નીચે રોડ ઉપર પટકાયા હતા, અકસ્માત સર્જી કાર ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો, ત્યારે અકસ્માત બાદ ભીમજીભાઈને ૧૦૮ મારફત મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું, ત્યારે અકસ્માત સર્જનાર કાર ચાલક આરોપી વિરુદ્ધ મૃતકના પુત્ર નાનજીભાઈ ભીમજીભાઈ નકુમ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી ગયેલ કાર ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!