મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી, ત્યારે મકાનમાંથી કિંગફિશર બિયરના ૩૬ ટીન મળી આવ્યા હતા, આ સાથે આરોપી કિશનભાઈ રમેશભાઈ મકવાણા ઉવ.૧૯ વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી, આ સાથે બી ડિવિઝન પોલીસે બિયરના ટીન કિ.રૂ.૪,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.