જાણવા મળતી વિગતો અનુસાર હળવદના રણમલપુર ગામે ખોડાભાઈ પટેલની વાડીમાં રહેતા મૂળ પંચમહાલ જીલ્લાના મોટા સદલીયા ગામના વતની મહેશભાઈ બાબુભાઇ આદિવાસી ઉવ.૨૨ ગત તા.૦૨/૦૨ના રોજ ઉપરોક્ત વાડીએ હોય તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ખડ મા છાંટવાની દવા પી લેતા પ્રથમ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ બાદ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પીટલ બાદ રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે સારવારમા લઇ ગયેલ હોય જયા સારવાર દરમ્યાન તા-૦૩/૦૨ના મહેશભાઈનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યુ હતું. ત્યારે મૃત્યુના બનાવ બાદ હળવદ પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.