Tuesday, February 4, 2025
HomeGujaratમાળીયા(મી):બોલેરોના ચોરખાનામાં છુપાવીને લવાતા વિદેશી દારૂના જંગી જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ

માળીયા(મી):બોલેરોના ચોરખાનામાં છુપાવીને લવાતા વિદેશી દારૂના જંગી જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ

માળીયા(મી) પોલીસ ટીમ સુરજબારી ચેકપોસ્ટ ખાતે સ્થાનિક સ્વરાજય ચુંટણી અનુસંધાને વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન બોલેરો કારના ચોરખાનામાં છુપાવેલ વિદેશી દારૂની ૨૩૨ નંગ બોટલ સાથે બે પકડાયા, હાલ પોલીસે બોલેરો સહિત ૫.૫૧ લાખનો મુદ્દામાલ કબ્જે લઈને બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આગામી સ્થાનિક સ્વરાજયની ચુંટણી અનુસંધાને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા જીલ્લામાં આવેલ એન્ટ્રી તથા એકજીટ પોઇન્ટ ઉપર ચેકપોસ્ટ ઉભી કરી સઘન વાહન ચેકીંગ કરવા સુચના કરેલ હોય

જે અનુસંધાને માળીયા(મી) પોલીસ મથક પીઆઇ આર સી ગોહિલ સહિત સર્વેલન્સ ટીમ માળીયા(મી) સુરજબારી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ કરતા હોય તે દરમ્યાન એક શંકાસ્પદ બોલેરો કાર નીકળતા તેને ઉભી રખાવી ચેક કરતા શંકા જતા કારને સાઇડમાં રખાવી જીણવટ ભરી રીતે તપાસ કરતા મહિન્દ્રા બોલેરો પીકઅપ કાર નં. જીજે-૩૬-ટી-૧૯૯૨ વાળીના ઠાઠામાં બંને સાઇડ તથા નીચેના ભાગે ચોરખાનુ બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે આરોપી દશરથભાઇ હરકનભાઇ ખાંભલા ઉવ.૨૬ રહે. રામપુરા છોટા તા.ધાનેરા જી.બનાસકાંઠા તેમજ આરોપી બાબુભાઇ જવાનાજી ભાડચા ઉવ.૪૦, રહે. જાલડા, તા.રાનીવાડા, જી.ઝાલોર, રાજસ્થાન હાજર મળી આવતા બંનેની અટક કરી હતી, ત્યારે પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૩૨ બોટલ કિ.રૂ.૨,૫૧,૦૪૨/- તથા બોલેરો ગાડી સહિત ૫,૫૧,૦૪૨/-નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!