મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીને વર્ષ ૨૦૨૦ના પોકસોના કેસમાં જામીન પર છોડી મૂકવાનો હુકમ મોરબીની નામદાર સેસન્સ કોર્ટ(સ્પેશિયલ પોકસો કોર્ટ) દ્વારા કરવામાં આવ્યો છે. આરોપી વતી મોરબી જીલ્લાના યુવા અડવોકેટ નીતિન બી.પાડલીયા તેમજ એમના જુનિયર ધ્રુવ જી.અઘારા રોકાયા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુન્હા રજીસ્ટર નં. 0682/2020 ની ફરિયાદ હતી કે આરોપીએ તેમની દીકરી ભગાડી ગયો છે. જેથી મોરબી પોલીસ એ આરોપી વિરુધ્ધ આઈ.પી. સી કલમ 363,366, 376(2), એન, 376(3), તથા પોકસો એક્ટની કલમ 18,5(એલ),6 ના ગુનામાં નાસતા ફરતા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. જે અંગેનો કેસ મોરબીની નામદાર સેસન્સ કોર્ટ(સ્પેશિયલ પોકસો કોર્ટ) સરુ થયો હતો. આરોપી વતી મોરબી જીલ્લાના યુવા અડવોકેટ નીતિન બી. પાડલીયા રોકાયા હતા. આરોપી પક્ષે આરોપીના વકીલ દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી કે આ કામે ફરિયાદી પક્ષે ફરિયાદથી વિરુધ્ધનો અને વિપરીત હકીકત જણાવી છે. જે બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાનમા લઈ બચાવ પક્ષના અડવોકેટ નીતિન બી. પાડલીયા દ્વારા કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઇઓના આધારે ધારદાર દલીલ કરી હતી. જે દલીલમાં આધારે નામદાર કોર્ટએ આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીના જામીન પર છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આરોપી વતી મોરબી જીલ્લાના યુવા અડવોકેટ નીતિન બી.પાડલીયા તેમજ એમના જુનિયર ધ્રુવ જી.અઘારા રોકાયા હતા.