Wednesday, February 5, 2025
HomeGujaratવાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગારની મહેફિલ માંડી બેઠેલા નવ ઈસમો ઝડપાયા

વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગારની મહેફિલ માંડી બેઠેલા નવ ઈસમો ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે નવા રાજાવડલા ગામે રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓને ઝડપી લઈ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ મથકના પો.કોન્સ દર્શીતભાઇ વ્યાસને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે નવા રાજાવડલા ગામમા રેઇડ કરતા જ્યાં ગામમાં આવેલ મફતીયાપરામાં લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા વાહીદભાઇ અમીભાઇ વડાવીયા ઉવ.૪૦ રહે.જુના રાજાવડલા, રમેશભાઇ અમુભાઇ સારલા ઉવ.૩૬ રહે.નવા રાજાવડલા, રફીકભાઇ હસનભાઇ વડાવીયા ઉવ.૩૮ રહે.જુના રાજાવડલા, નઝરૂદીનભાઇ જીવાભાઇ કડીવાર ઉવ.૪૭ રહે.ગામ ધીયાવડ તા.વાંકાનેર, ફિરોજભાઇ મામદભાઇ શેરસીયા ઉવ.૪૦ રહે.જુના રાજાવડલા, રફીકભાઇ અબ્દુલભાઇ શેખ ઉવ.૩૩ રહે. જુના રાજાવડલા, અબ્દુલભાઇ વલીમામદભાઇ બાદી ઉવ.૪૨ રહે.અરણીટીંબા તા.વાંકાનેર, પ્રવિણભાઇ મનસુખભાઇ કુકાવા ઉવ.૩૨ રહે.નવા રાજાવડલા તથા મહેબુબભાઇ આમદભાઇ શેરસીયા ઉવ.૪૨ રહે. જુના રાજાવડલા તા.વાંકાનેર એમ કુલ ૯ ઇસમોને પકડી લેવામાં આવ્યા હતા, પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા ૪૧,૩૦૦/- કબ્જે કરી નવેય આરોપીઓ વિરુધ્ધ જુગારધારા મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!