મોરબી તાલુકાના લાલપર ગામે ત્રિવેણી મોઝેક ટાઇલ્સના કારખાના સામે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલા બે ઇસમોને મોરબી તાલુકા પોલીસ ટીમે ઝડપી લીધેલ છે, પોલીસની રેઇડ દરમિયાન પકડાયેલ આરોપીઓમાં ઇમરાનભાઈ કાદરભાઈ મોટલાણી રહે.મોરબી વીસીપરા તથા દિનેશભાઇ મોહનભાઇ ઠોરીયા રહે.લસલપર ગામ વિશાલદીપ પાછળ એમ બંને આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂ.૧૧,૫૦૦/- કબ્જે કર્યા હતા, આ સાથે પોલીસે બન્ને વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.