વાંકાનેર તાલુકા પોલીસે પલાસ ગામની ચોકડી પાસેથી તેમજ મેસરીયા ગામના બોર્ડ પાસે એમ અકાગ અલગ બે સ્થળોએથી વિદેશી દારૂના કુલ પાંચ નંગ ચપલા સાથે બે આરોપીઓની અટક કરી બન્ને વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પલાસ ગામની પલાસ ચોકડી નજીક એક ઈસમ પેન્ટના નેફામાં કંઈક છુપાવી જતો જોવા મળતા તુરંત તેને રોકી તેની અંગ ઝડતી કરતા તેના પાસેથી વિદેશી દારૂ વાઈટ લેટ વોડકા વ્હિસ્કીના ૩ નંગ ચપલા કિ.રૂ.૩૦૦/-મળી આવ્યા હતા, આથી આરોપી સંજયભાઈ પ્રેમજીભાઈ કુણપરા ઉવ.૨૨ રહે.પલાસ ગામ તા.વાંકાનેરવાળાની અટક કરી હતી, જ્યારે વાંકાનેર નેશનલ હાઇવે રોડ મેસરીયા ગામના બોર્ડ પાસે આરોપી દક્ષિત ઉર્ફે ધમો ગોવિંદભાઇ મકવાણા ઉવ.૨૨ રહે.નાળિયેરી ગામ તા.ચોટીલાવાળાને વિદેશી દારૂની ૧૮૦મીલી.ની રોયલ બ્લુ મેલ્ટની બે બોટલ કિ.રૂ.૨૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો, હાલ વાંકાનેર તાલુકા પોલીસે અલગ અલગ જગ્યાએથી પકડાયેલ બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.