Thursday, February 6, 2025
HomeGujaratમોરબી એલસીબીની કાર્યવાહી:માળીયા(મી)ના પીપળીયા ચાર રસ્તા નજીક ડેલામાંથી અનઅધિકૃત પેટ્રોલિયમ પ્રવાહી સહિત...

મોરબી એલસીબીની કાર્યવાહી:માળીયા(મી)ના પીપળીયા ચાર રસ્તા નજીક ડેલામાંથી અનઅધિકૃત પેટ્રોલિયમ પ્રવાહી સહિત ૭૨.૨૫ લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

માળીયા (મિં)ના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલા ડેલામાંથી અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહી ૨૫૦૦ લિટર કિંમત રૂ. ૧,૭૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૭૨,૨૫,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને ડી.વાય.એસ.પી. મોરબી અને એલ.સી.બી.મોરબીની સયુક્ત ટીમ દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીએ મોરબી જીલ્લામાં કોઇપણ જાતની ચાલતી ગેર કાયદેસર પ્રવૃતી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. જેથી આજરોજ પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડયા, એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ, એસ.આઇ.પટેલ વી.એન.પરમાર તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો કામગીરી કરવા કાર્યરત હતા. જે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના HC ચંદુભાઇ કાણોતરા પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલાને સયુંકતમાં બાતમી મળી કે, પીપળીયા ચોકડીથી આગળ રાધેક્રિષ્ના હોટલ પાછળ આવેલ પોતાના ડેલામાં આરોપી ધર્મેશભાઇ ઉર્ફે હક્કાભાઇ બાબુભાઇ ચાવડા રહે.હાલ મોરબી વાળાએ ગેર કાયદેસર અનઅધિકૃત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા ભેળસેળ યુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો નાના ટેંકરમાં ભરી બહારથી આવતી ટ્રકોમાં ગેર કાયદેસર રીતે ભરી આપે છે. અને હાલ ગેર કાયદેસર પ્રવૃતિ ચાલુ છે. જે બાતમીના આધારે આરોપી ધર્મેશભાઇ ઉર્ફે હક્કાભાઇ બાબુભાઇ ચાવડાના કબજા વાળા પીપળીયા ચોકડીથી માળીયા (મિં) તરફ જતા રસ્તે આવેલ તેના ડેલામાં રેઇડ કરી બીલ આધારપુરાવા વગરના પેટ્રોલીયમ પ્રવાહી ૨૫૦૦ લિટર કિંમત રૂ.૧,૭૫,૦૦૦/-, એક નાનુ ટેંકર કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦/-, ટ્રક રજી. નં. GJ-18-AX 5206 કિંમત રૂ. ૩૦,૦૦,૦૦૦/-, ટ્રક રજી.નં. GJ-23-AT-5074 કી.રૂ. ૩૦,૦૦,૦૦૦/- અને ઇલેકટ્રીક ફ્યુઅલ પંપ કી.રૂ. ૫૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ. ૭૨,૨૫,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી બી.એન.એસ.એસ કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી માળીયા(મિં) પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ, ડી.વાય.એસ.પી. મોરબી, એલ.સી.બી. મોરબીને મોરબી જીલ્લામાં ચાલતી ગેર કાયદેસર અનઅધિકૃત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા ભેળસેળ યુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. જેમાં પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, PSI બી.ડી.ભટ્ટ, એસ.આઈ.પટેલ, વી.એન.પરમાર અને એલ.સી.બી.સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!