મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરેલ જાહેરનામા અંતર્ગત પોલીસ દ્વારા વિવિધ ફેક્ટરીઓમાં તથા ગોડાઉનમાં ચેકીંગ કામગીરી હાથ ધરી હોય ત્યારે મોરબી તાલુકાના બેલા(રંગપર) અને રાજપર ગામે બે કારખાનામાં તથા ટંકારાના લજાઈ ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી એમ કુલ ત્રણ સ્થળોએ જાહેરનામાના ભંગ કરતા ત્રણ આરોપીઓની અટક કરવામાં આવી છે.
જેમાં તાલુકા પોલીસે બેલા રંગપર ગામની સીમમાં લોટસ કારખાનાની પાછળ, રાધે શ્યામ ઇન્ડ્રસ્ટ્રીઝ અને રાજપર ગામની સીમમાં ઇન્ડીયન લેન્ટ ફેકટરીમાં રેઇડ કરતા જેમાં કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની વિગતો મોરબી એસ્સુર્ડ એપ્લિકેશનમાં રજીસ્ટર ન કરી કે સંબંધિત કચેરીમાં જાણ ન કરી હોય આ સિવાય ટંકારા પોલીસ દ્વારા લજાઈ ગામે ભીમનાથ મહાદેવ રોડ ઉપર કલર્સ પ્લાસ્ટો કેમ નામના ગોડાઉનમાં દરોડો પડતા જ્યાં ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન લગાવ્યા હોય ત્યારે ઉપરોક્ત ત્રણેય સ્થળોએ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામામાં જણાવેલ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતા તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.