મોરબી રાજકોટ હાઇવે પર લજાઈ ચોકડી નજીક ડમ્પર ચાલકે પીજીવીસીએલના થાંભલા સાથે ગાડી અથડાવી હતી. જેથી વીજ તાર રોડ પર પડી જવા પામ્યો હતો. જેને કારણે મોરબી રાજકોટ હાઇવે ખાતે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. થોડા જ સમયમાં વાહનોના થપ્પા હાઇવે પર લાગી જવા પામ્યા હતા.
મોરબી પંથકમાં છેલ્લા ઘણા સમયથી ડમ્પર માતેલા સાંઢની જેમ દોડી રહ્યા છે જેને કારણે અનેક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજરોજ લાજાઈ ચોકડી પાસે ડમ્પર ચાલકે ડમ્પરને પીજીવીસીએલના થાંભલા સાથે અથડાવતા વીજ લાઇનનો તાર તૂટી જવા પામ્યો હતો. જેના કારણે લજાઈ ચોકડી ખાતે ટ્રાફિક જામ સર્જાયો હતો. તેમજ મોરબી રાજકોટ જતાં વાહન ચાલકોના થપ્પા લજાઈ ચોકડી ખાતે લાગી જવા પામ્યા હતા.